Monday, March 23, 2009

આજનો SMS

અહા ! ભગવાન આત્મા અપની શક્તિયોં કો તથા પર્યાયોકો સ્પર્શતા હૈ. પરંતુ પરમાણુ આદીકો યા ઊસકી પર્યાય કો સ્પર્શ નહી કરતા.

Sunday, March 22, 2009

આજનો SMS

મહેનત કરી પુણ્ય વેડફિને જ પર પદાર્થ ને તુ તારા માને છે એ તારા નથી કારણ એ પુદગલ અને તુ જીવ છો. માટે પુણ્ય નો દુરુપયોગ ના કર.

Saturday, March 21, 2009

આજનો SMS

ઇંદ્રિયથી પ્રાપ્ત સુખ પરાધીન, અલ્પ ને બંધનુ કારણ છે, આત્માનુભવ થી પ્રાપ્ત સુખ સ્વાધીન બન્ધ રહીત ને મોક્ષ નુ કારણ છે.

Friday, October 10, 2008

આજનો sms

દેહમાં મમત્વ બુદ્ધિ અનંત દેહ (ભાવ) ધારણ કરવાનુ કારણ છે દેહ થી ભીન્ન આત્મામાં મમત્વ બુદ્ધિ ભાવ ના અભાવ નુ કારણ છે

Friday, October 26, 2007

રીટાયરમેંટ

સામાન્ય રીતે આ જમાનામાં, સરકાર કે અન્ય સંસ્થાઓ 58 વર્ષે આપણને નોકરેમાંથી છૂટા કરે છે અને તમે નિવ્રુત જીવન ગાળો એમ સૂચિત કરે છે।

જે મનુષ્યે ઉપરોક્ત હકીકતનો પહેલેથી વિચાર કર્યો હોય તે ખરો સમજુ કહેવાય।દીકરા-દીકરીના લગ્નની , છોકરાને લાઇનસર કરવાની કે પરીક્ષામાં સારા માર્કસ લાવવાની આગળથી તૈયારી કરીએ છીએ તેમ, નિવૃત્તિની પણ આગળથી તૈયારી કરવી જોઈએ. જો માનસિક રીતે તે માટે તૈયાર ન થયા હોઈએ, નિવૃત્તિમાં સમયનો કેવી રીતે સદુપયોગ કરીશું તેની યોજના ન કરી હોય તો જીવનમાં ખાલીપો લાગે, મૂંઝવણ થાય અને માનસિક અસંતોષ જન્મે ; જેમાંથી પોતાને ડીપ્રેશનનો અને કુટુંબીજનોને કલેશનો ભોગ બનવું પડે.

નિવૃત્તિ પછી ઠીક આવક હોય તો કમાવાની તૃષ્ણાનું નિયમન કરી પરોપકારની પ્રવૃત્તિ અને આત્મકલ્યાણ માટે સત્સંગ-ભક્તિ-તિર્થયાત્રા આદિમાં જોડાવું અને કુટુંબને જરૂરિયાત અનુસાર ઉપયોગી થવું। વિચારવાન -વિવેકી તો 35 વર્ષની ઉંમર થાય ત્યારથી જ થોડું સારૂ વાંચન , અવારનવાર સત્સંગ, મંદેર , તીર્થ કે ધર્મસ્થાનકની સેવા વગેરેમાં પ્રસંગોપાત રસ લઈ ધર્મરુચિ કેળવતો થઈ જાય છે અને નિવૃત્તિ મળતાં , સાધનામાં પદ્ધતિસર અને ચીવટથી વિશેષપણે લાગી જાય છે.

ભારતીય જીવનપદ્ધતિનું અંતિમ લક્ષ પરમાત્મદર્શન દ્વારા સાચી શાંતિ , દિવ્યજ્ઞાન અને છેવટે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરવી તે છે; માટે જ મહર્ષિઓએ સામાન્ય મનુષ્યને માટે ચાર આશ્રમોની વ્યવસ્થા કહી છે ; જેનાથી ક્રમશ: દિવ્ય જીવનનો વિકાસ થઈ શકે છે। મૃત્યુ આપણું અસ્તિત્વ મટાડી શકતું નથી; કારણકે આપણે અજર , અમર, આનંદધન અને દિવ્યજ્યોતિ સ્વરૂપ છીએ. આવા અચિંત્ય માહાત્મ્યવાળા આપણા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરીને આપણે મૃત્યુંજયી બનીએ.

ઉપસંહારમાં એમ કહી શકાય કે જો આપણે આ ઉંમરમાં , દુન્યવી ફરજોને ગૌણ કરીએ, યથાશક્તિ સંસ્થા , સમાજ અને રાષ્ટ્ર તરફના ઋણને અનાસક્ત ભાવે અદા કરીએ અને દેહદેવળમાં બિરાજમાન પર્માત્માના દર્શન કરવા માટે સત્સંગ -સદ્ગુણપ્રાપ્તિ અને સદવિચારોને જીવનમાં અગ્રિમતા આપીએ તો મનુષ્યભવ સફળ થાય અને સાચા અર્થમાં Retirement કાયમી બને। યથા -

યદ્ગત્વા ન નિવર્તંતે તદ્વામ પરમં મમ

Monday, October 15, 2007

મનના આરોગ્યની જાળવણી

(અમેરિકામાં થયેલા એક અભ્યાસપૂર્ણ પ્રયોગના તારણરૂપે)
લાગણીઓની સ્થિરતા। (Emotional Stability)


ચારિત્રની પરિપક્વતા ( Maturity of character )

જીવન દરમ્યાન આવી પડતા ઘાતક તનાવોમાંથી ઝટ સહી સલામત નીકળી જવાની શક્તિ।

પરિસ્થિતિનું સાચુ મૂલ્યાંકન કરવાની શક્તિ.

અગમચેતીવાળી તથા ભવિષ્યમાં દૂર સુધી જોઇ શકે તેવી દ્રષ્ટિ।

આજુબાજુના માણસો પ્રત્યે પ્રેમભાવ દાખવવાની તથા તેમની સાથે હાર્દિક સંબંધ જાળવી રાખવાની શક્તિ.

ખુશમિજાજ રહીને ઉત્પાદક શ્રમ કર્યે જવાનો જુસ્સો।

ભુખ , તરસ તથા કામભોગના ઉછાળાને , પોતાની જાતને તથા બીજાને નુકસાન ન થાય તે રીતે સંતોષવાની શક્તિ.

અંતરાત્માનો અસરકારક અવાજ

આવી કેળવણી લઈને મનની શાંતી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરીએ.

Thursday, October 04, 2007

જિંદગીનો વીમો

આ યુવાન આજથી ત્રણેક વર્ષ પહેલાં મને મળેલો।


ત્યારે એ બી।એ। ના છેલ્લા વર્ષમાં હતો


ગઈ કાલે એ ફરી મળ્યો ત્યારે વીમો ઉતરાવી પાછો ફરતો હતો। મે સહજ પૂછ્યું , ``ઉંમર તો નાની છે । અત્યારથી શું કામ ઉતરાવ્યો ?"


એ કહે ``જિંદગીનો શું ભરોસો ? કાચ જેવી આ કાયા ! કંઇક થાય તો મારી પત્નીને એ કામ તો લાગે"



મારાથી પુછાઇ ગયું , `` તો સાથે પ્રભુનું નિત્યસ્મરણ , દાન આદિ ધર્મક્રિયા પણ કરતા જ હશો !"
મારો પ્રશ્ન સાંભળી એ જરાક ઊંચે સાદે બોલ્યો , `` આ કેવી વાત ! આ ઉંમર તે કંઈ આવું બધું કરવા માટે છે ? એ માટે હજુ ઘણાય વર્ષો આગળ છે."


આ ઉત્તરથી મને હસવું તો આવ્યુ, પણ ચૂપ રહ્યો.