મંત્રશિરોમણિ શ્રી નમસ્કાર મહામંત્ર એ જૈનોનો મંત્ર છે. એને નવકારમંત્ર અથવા મંત્રાધિરાજ કહેવામાં આવે છે. આ મંત્રમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. જગતમાં સામન્યપણે જેમાં ૐ , હ્રીં,શ્રીં, કલીં આદી બીજાક્ષરો હોય તેને મંત્ર કહેવાય છે . શ્રી નવકારમંત્રમાં તેવા કોઈ બીજાક્ષરો નથી. તો તેને મંત્ર કે મહામંત્ર કેમ કહેવાય ? એવી શંકા મનમાં ઉદભવે તે સ્વાભાવિક છે. તેનો જવાબ એ છે કે , તમામ ધર્મોના તમામ મંત્રોમાં ૐ તો હોય છે જ, પરંતુ નવકારમંત્રમાં આગળ ૐ લગાડવામાં નથી આવતો, કારણકે ૐ ઉત્પત્તિ જ નવકારમંત્રથી થઈ છે. નવકારમંત્રના પહેલા પાંચ પદના પ્રથમ અક્ષર લેતાં, " અ, સિ, આ, ઊ, સા, " એવું મહદભૂત વાક્ય નીકળે છે. જેનુ ૐ એવું યોગબિન્દુનું સ્વરૂપ થાય છે.તેમાંથી પ્રણવ, અહં વિગેરે બીજાક્ષરોની ઉત્પત્તિ છે. જેવી રીતે લાઈટ, પંખા, ફ્રીજ વિગેરેને ચાલુ કરવા માટે જનરેટરની જરૂર પડે છે. પરંતુ જનરેટરને ચાલુ કરવા બીજા જનરેટરેની જરૂર પડતી નથી, તેવી રીતે બીજા મંત્રોની શરુઆતમાં ૐ બોલવામાં આવે છે, પરંતુ નવકારમંત્રની શરુઆતમાં ૐ બોલવાની જરૂર પડતી નથી. તે સ્વયં જ ૐ નો કારક છે. ૐ, હીં, શ્રીં, કલીં, એ બધી મંત્રશક્તીની સ્વીચો છે, જેનાથી બીજા અક્ષરોમાં મંત્રશક્તીના પ્રવાહને પ્રસારીત કરી શકાય છે, પરંતુ શ્રી નવકારમંત્ર તો સ્વયં સંચાલિત,શાશ્વત, અનાદી, શુધ્ધ ચૈતન્યશક્તિના પ્રવાહથી ભરપૂર અને અચિંત્યચિંતામણી મંત્ર છે.
રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય,
ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય.
એટલે જેમ રત્નની પેટીનું વજન બહુ ઓછું હોય છે, પરંતુ તેની કિંમત ઘણી હોય છે, તેમ નવકારમંત્ર નાનો હોવા છતાં અમૂલ્યરતન સમાન છે. નવકારમંત્રના શબ્દોના વિવરણનું પણ વિવરણ કરવા જઈએ તો ચૌદ પૂર્વ જેટલું થાય, તેથી તેને ચૌદપૂર્વનો સાર કહ્યો છે. આ મહામંત્ર પોતે સંપૂર્ણ છે. જગતના સર્વ મંત્રોને એક પલ્લામાં અને નવકારમંત્રને બીજા પલ્લામાં મૂકવામાં આવે તો નવકારમંત્રનું જ પલ્લું નીચે નમશે.
અરિહંત, અશરીરી,આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ) એ પાંચનો પહેલો અક્ષર એટલેકે અઅઆઉ મ લઈ સંધિ કરવાથી ઓમ ( ૐ) બને છે. ૐ એ દરેક મંત્રનો પ્રારંભ કરનાર શબ્દ છે. બીજ મંત્રોથી કાર્ય સિધ્ધિ થાય છે. તેનુ કારણ એ છે કે તેમની શરૂઆતમાં ૐ આવેલો છે. જો એ ૐ ને દૂર કરી દઈએ તો પછી એ મંત્ર મંત્ર નહી રહે, માત્ર શબ્દો જ રહી જશે.
નવકારમંત્રના કુલ અડસઠ અક્ષરો છે. જે અડસઠ તીર્થનું સુચન કરે છે. કલ્પવ્રુક્ષથી પણ અધિક મહિમાવાળા આ મહામંત્રના પ્રત્યેક અક્ષર ઊપર એક હજાર અને આઠ વીધ્યાઓ રહેલી છે, અને એક એક પદના એક હજાર દેવો છે. નવકારમંત્રના નવ પદ છે. પ્રથમ પાંચ પદના 35 અક્ષરો છે. અને બાકીના ચાર પદના 33 અક્ષરો છે. આમ કુલ 68 અક્ષર થાય છે. આ અક્ષર શું સૂચવે છે ? 68 ના અંકને જોઈએ તો 68 એટલે 6 અ 8 ઈં 14 જ થાય.
લોકાધાર- અંક-15 માંથી સાભાર
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment