આપણે સતત રાત-દિવસ,ઊઠતાં બેસતા,આપણી ધર્મચિંતા,આપણી પરંપરાઓ ,આપણી પ્રાચીન સંસ્ક્રુતિના ગુણગાન ગાતા રહીએ છીએ. આપણી કહેવાતી સિધ્ધિઓ વિષે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ, અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ.પશ્ચીમની સંસ્ક્રુતિ પતિત છે. ત્યાં નૈઇક મુલ્યો નથી,આધ્યાત્મિક સુખ નથી ,મનની શાંતી નથી. આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મિક્તા છે, મનની શાંતિ છે, એવી થીયરી નો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ, આપણા ગામો અને શહેરોમાં સતત નવા મંદિરો,દેરાસરો ઊભા થતા રહે છે, એના ઉદ્ઘાટન સમારંભો યોજાય છે,એના ઊપર વિમાનોમાંથી પુષ્પ્વ્રુષ્ટિ કરવામાં આવે છે.ધાર્મિક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વિશતાબ્દિઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે, હવે તો સરકાર પણ એમાં જાહેર તંત્ર અને સગવડો આપે છે.
આવી ધાર્મિક્તાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત બિનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરિવાજો , ક્રુરતા ને ધર્મના નામે આપણે સરક્ષણ આપીએ છીએ.દરેક પ્રકારની કુરુઢિને પરંપરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ.કોઈ સ્ત્રીને પતિના મ્રુત્યુ પછી એની સાથે જ જીવતી સળગાવી દેવામાં આવે અને એની સાથે ધાર્મિક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ? કોઈ સ્ત્રીને એનો પતિ ત્યજી દે છતાં ભરણપોષણ મળતું હોય તો અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે, અને એની પાછળ ધર્મના આદેશનું બહાનુ ધરવામાં આવે. ધર્મના નામે જાહેર -જમીન મિલ્કતો ઉપર પેશકદમી કરવાની છુટ . ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઊભું કરી શકાય. ધાર્મિક પર્વોને ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય . આખા રસ્તાઓ પણ બંધ કરી શકાય.
આપણે માણસ સિવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે આખા ગામમાં તંગદિલી ફેલાય ,એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદિલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વિધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો આજના વિશ્વામાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીક વ્યક્તિત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લિધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી.કદાચ એટલે જ ગાલિબે કહ્યું હતું ` બંદગી મેરા ભલા ન હુઆ '.
જે દેશમાં રિજ -રોજ ધર્મને નામે ક્યાંક ને ક્યાંક બે-પાંચ માણસોને મારી નાખવામાં આવે ,એ દેશને ધાર્મિક કહેવડાવવાનો અધિકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે-પાંક માણસો મરી જતાં હોય, એ પ્રજાને પોતાને શાંતિપ્રિય તરીકે ઓળખવવાનો અધિકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મિક્તા તો હવે મશ્કરી નો વિષાય બની ગઈ છે. પશ્ચીમના લોકો કરતા પણ આપણે વધુ સંપતિપ્રિય અને ભૌતિકવાદી છીએ. એમ ન ઓઅ તો આધ્યાત્મિક્તાની માળા જપતાં અમેરિકા તરફ સામુહિક દોટ ન મુકત. આપણા લોકો લાખોની સંખ્યામાં અમેરિકા અને અખાતના દેશોમાં જાય, એને ભુલાવી દઈને ત્યાંથી બે-પાંચ માથા ફરેલાં લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મિક્તાનું ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકંડીશન મશીન ,રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્ક્રુતિમાં રાચતા હોય છે. ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમના બધાં ભૌતિક સાધન સગવડોની ગરજ રહે છે ! વિડિયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !
ક્રમશ :
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment