ભવ્ય , મનોહર અને કલામય દેલવાડાનાં જિનમંદિરો મંત્રી વસ્તુપાળ અને એમના પત્ની અનુપમા દેવીની કીર્તિગાથા આજેય કહે છે . ગિરિરાજ આબુ પર આવેલ લુણિગવસહી નામના આ મનોહર પ્રાસાદમાં એ દંપતીની ધર્મભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે .
મંત્રી તેજપાળના ઘેર મુંજાલ મહેતા નામના નામું-ઠામું લખનાર વડીલ હતા . વર્ષોથી પરિવારમાં હોવાથી કુટુંબીજન બની ગયા હતા .
એકવાર મુંજાલ મહેતાએ મંત્રી તેજપાળને વિચિત્ર પ્રશ્ન કર્યો . એમણે પૂછ્યું , `` અરે મંત્રીરાજ ! મને કહેશો ખરા ? તમે ઊનું જમો છો કે ટાઢું જમો છો ?”
મંત્રી તેજપાળને આ પ્રશ્ન સમજાયો નહી . એમણે કહ્યું , `` મહેતાજી , તમે શું કહો છો અને શા માટે કહો છો તે હું સમજી શકતો નથી . જરા ફરી કહો તો બરાબર સમજાય . “
મુંજાલ મહેતાએ કહ્યું , `` મારે એ જાણવું છે કે તમે અગાઉ બનાવેલું ભોજન જમો છો કે પછી નવું તાજું ભોજન ખાવ છો ?”
મંત્રી તેજપાળને આ પ્રશ્ન ઢંગધાડા વગરનો લાગ્યો . બીજ લોકોને થયું કે વીર યોધ્ધા અને રાજનીતીમાં કુશળ એવા વસ્તુપાળને આવો વાહિયાત પ્રશ્ન કરાતો હશે ?
આમ છતાં વસ્તુપાળે વિનયથી મુંજાલ મહેતાને કહ્યું , `` તમારો પ્રશ્ન મને સમજાતો નથી . એનો સંદર્ભ સ્પષ્ટ કરો તો ખ્યાલ આવે .”
મુંજાલ મહેતાએ કહ્યું , `` આજ સવારે ધર્મસ્થાનમાં ગયો હતો . સાધુ મહારજ સાથે આપના વિશે વાત નિકળી . તેઓને એ જાણવું છે કે આપ રોજ ઊનું જમો છો કે ટાઢું ?
મંત્રી વસ્તુપાળ વિચારમાં પડી ગયા . નક્કી સાધુ મહારજની વાતમાં કોઈ સંકેત હોવો જોઈએ . મુંજાલ મહેતાએ એ સંકેત સ્પષ્ટ કરતાં કહ્યું , `` તમે જે કંઈ વૈભવ ભોગવો છો તે તો તમારા પૂર્વ જન્મની કમાણી છે . સવાલ એ છે કે આપ માત્ર ટાઢું ખાઈને બેસી રહો છો કે પછી આ જન્મ માં પુણ્યની નવી કમાણી કરીને ઊનું જમો છો ?”
માનવી જ્યારે ટાઢું જમતો હોય છે ત્યારે ભાગ્યેજ ઉનું જમવાનું વિચાર કરતો હોય છે . પોતાની વર્તમાન સુખ , સંપત્તિ અને સાહ્યબીમાં એ એટલો ગળાડુબ બની જાય છે કે તે આવતી કાલનો વિચાર કરતો નથી . માત્ર આજને જ સર્વસ્વ માનીને ચાલે છે .

No comments:
Post a Comment